સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનો તાલીમ ક્રાર્યક્રમ

આજ રોજ અર્થશાસ્ત્ર ભવનમાં જી.પી.એસ.સી. વર્ગ-1 ની પરીક્ષા પ્રથમ પ્રય્તને પાસ કરનાર ડો.શ્વેતા પંડયા દ્વારા અર્થશાસ્ત્ર ભવનના વિધાર્થિઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ અને અને વિધાર્થીઓ સાથે રસપ્રદ અને ખુબ ઉપયોગી પ્રશ્નોત્તરી કરવામાં આવેલ. આ પ્રોગામમાં ઇલેકટ્રોનિકસ ભવનનનાં વડા ડો.એચ.એન. પંડયા તથા પ્રો. મહેશ જીવાણી ખાસ ઉપસ્થિત રહી તેમના દ્વારા પ્રાસંગીક વ્યાખ્યાન રજુ કરવામાં આવ્યુ હતું. આ કાર્યકમમાં અર્થશાસ્ત્ર ભવનનાં વડા પ્રો. પી.જી.મારવણીયાએ પણ વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે પોતાના બહોડા અનુભવને આધારે ઉપયોગી સુચનો આપ્યા હતા. આ કાર્યક્રમનાં અંતે   ડો.સજય પંડયા દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  ડો.એન.આર.શાહ દ્વારા કરવામાં આવ્યું હતુ


Published by: Department of Economics

12-07-2019